#AJdevanshi #AJ
સંબંધ...
નોર્મલી સંબંધ શબ્દ બોલીએ કે સાંભળીએ એટલે મનમાં કોઈક પાત્ર ની અનુભૂતિ સહજ રીતે થઇ જાય સ્વાભાવિક છે. એક એક નામ લેવા જઈએ તો ગણી ના શકાય એટલા સંબંધ ને ઓળખવાના નામ નીકળે, પરંતુ સાચા અર્થ માં કહું તો તમે જેને યાદ કરો કે જેની તમને ખરા સમયે જરૂર હોય અને એ સામે ખડે પગે તમને આવકારવા ઉભો હોય એ છે 'લાગણી' નો સંબંધ.
ક્યારેક એવું પણ હોય એક છોકરો અને એક છોકરી ના તો બોયફ્રેન્ડ - ગર્લફ્રેન્ડ હોય ના કે ભાઈ - બહેન હોય કે ના એ કોઈ સગપણ માં હોય. તો પણ કોઈ વાર એમની એકબીજા પ્રત્યે ની લાગણી, સમજ, વિશ્વાશ, પ્રેમ, નારાજગી સૌથી વધુ હોય છે બસ તેઓ આ રિલેશન ને નામ નથી આપી શકતા ક્યાં તો નામી આપી ખોય બેસવાનો ડર પણ હોઈ શકે.
એ મને ગમે છે, હું એને ચાહું છું અને સામે એ પણ મારા માટે એમજ વિચારે એ કોઈ સંબંધ ના બની શકે આ ફક્ત જીદ કહી શકાય. સંબંધ તો એ પંખી છે જે પાંજરા ની બીક વગર તમારી પારોડી પર આવી શકે. એનું મધુર ગુંજન બંને ના જીવન ને એકબીજામાં ખોવાઈ જવામાં મુગ્ધ કરી શકે. જ્યાં કોઈ પાંજરા ની સીમા ના હોય કે જીવવા ના કોઈ નિયમ ના હોય. બસ બે હાથ મળે ને પ્રેમ ભર્યું દિલો નું આલિંગન હોય.
બે પંક્તિ માં સમજાવવાની કોશિશ કરું છું...!
" દિલ ઉભરાય છે દર્દ થી, તું આવે તો વાત કરું,
નથી મળતું કોઈ પોતાનું, તું આવે તો આંખ ભીની કરું.
તું હતો ત્યાં સુધી ખબર ના હતી આવા ઝખ્મ ની,
રડવું છે વળગી ને તને, તું આવે તો આ ઘા ખુલ્લો કરું."
ટૂંક માં કહું તો માં, બાપ, ભાઈ, બહેન, મિત્ર, દાદા, દાદી વગેરે વગેરે નામ વાળા તો સંબંધ તો બધા પાસે હશે જ, પણ આવો વગર નામ નો સંબંધ જો હોય ને તો નામ આપવાની ભૂલ ક્યારેય ના કરતા, નસીબ થી જોડાય છે આવા સંબંધ, ના એને પામવાની ચાહત કે ના એને ખોવાનો કોઈ ડર હોય છે.
"મળ્યા ઘણા પણ તું સૌથી અલગ જ હતો,
પોતાનો કહેવાનો તો લોકોનો દેખાવો હતો.
લાખ કોશિશ હતી તને ભૂલી જવાની મારી,
પણ,
અટકડી અપાવી યાદ કરનારો પણ એક તુજ હતો"
મિલન લાડ.