દાખલો સંબંધનો ખોટો પડે
લાગણીની સ્લેટમાં છેકો પડે
બાદબાકી ફક્ત એ કરતાં રહ્યાં,
રોજ દશકો લેવો પણ અઘરો પડે,
ક્યાં હતી વદ્દીની કોઈ શક્યતા,
જયાં રકમમાં રોજનો વાંધો પડે
કેટલી સંભાવનાઓ ધારવી
સિધ્ધ કરવા આયનો જોવો પડે
ના દશક, વદ્દી કે ના કંઇ શેષ હો
શૂન્ય આગળ એકડો ઓછો પડે