ના હોવ તારા જોડે તો ત્યારે મને યાદ કરજે,
જાણું છું કે ભૂલ તો બહુ બધી કરી છે, પણ મને માફ કરજે...
આપણી દોસ્તી ના દાખલા માંથી એ નારાજગી ને બાદ કરી દેજે ને....
વિચારો માં તો જમીન-આસમાન નું અંતર હોય છે તો પણ ક્ષિતિજ તો હોય જ છે ને...
જીવું છું એટલે પજવુ છું... પછી તો ખાલી યાદ જ આવીશ...
રાહ જોઈશ હું તારી જીંદગીભર, અત્યારે જેવી છું તેવી ન હતી પહેલા, બસ એ સમજાય ત્યારે સાદ(મેસેજ) કરજે ને...
દુનિયામાં કંઈ કેટલીયે દોસ્તી તુટે છે ને તુટતી પણ રહેવાની...
લોકો નું તો શું છે એ તો કઈ પણ કહ્યા કરે, પણ એ દોસ્તી તો આપણી છે ને...
એ મિત્રતા ની દુનિયા માં આપણે આપણું નામ કરીશુ...
અને છેલ્લે.... બસ એટલું જ કે..
બાકી બધા સંબંધો કરતાં દોસ્તી ના બ્રેકઅપ નુ દુઃખ સૌથી વધારે હોય છે...
(જરુરી નથી કે ફક્ત loveship માં જ break up થાય ક્યારેક friendship માં પણ થતું હોય છે.)