Gujarati Quote in News by Taja Samachar

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંતરરાષ્ટ્રીયઃ અમેરિકામાં ચાલી રહેલા શટડાઉન પછી ડેમોક્રેટ્સ અને રિપબ્લિકનમાં ખૂબ ખેંચતાણ ચાલી રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું છે કે, તેઓ વ્હાઈટ હાઉસમાં એકલા પડી ગયા છે અને આંશિક રીતે ઠપ પડેલા સરકારી કામકાજને શરૂ કરવા માટે ડેમોક્રેટ્સ વાતચીત કરવા આવે તેવી રાહ જોતા રહ્યા.ક્રિસમસની પૂર્વ સંધ્યાએ વ્હાઈટ હાઉસમાં એકલા રહી ગયા અને હવે કંટાળી ગયેલા રાષ્ટ્રપતિએ આખો દિવસ તેમની નિંદા કરતા લોકો સામે પ્રહાર કરીને પસાર કર્યો હતો.



બેન્કિંગઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ) ઝડપથી 20 રૂપિયાની નોટ બહાર પાડશે. કેન્દ્રીય બેન્કના જણાવ્યા પ્રમાણે, 20 રૂપિયાની નવી નોટ નવા ફીચર્સની સાથે બજારમાં આવશે.



દિકરી ઘરે પાછી ફરીઃ કેદારનાથમાં આવેલા 2013માં જળ પ્રલયમાં પરિવારથી વિખૂટી પડી ગયેલી 17 વર્ષના ચંચળ 5 વર્ષ બાદ પોતાના પરિવારજનોને મળી છે. 5 વર્ષ પછી દિકરીને જોઇને પરિવારજનોની આંખો ભરાઇ ગઇ હતી. ચંચલના દાદા હરીશ ચંદ અને દાદી શકુંતલા દેવીએ કહ્યું કે આ કોઇ ચમત્કારથી ક્મ નથી. મળતા અહેવાલ અનુસાર વિખૂટી પડી ગયેલી ચંચલને કોઇ વ્યક્તિએ એક આશ્રમ દ્વારા સંચાલિત અનાથઆશ્રમમાં પહોંચાડી હતી. ત્યાં ચાઇલ્ડ લાઇન અલગઢના ડિરેક્ટરે તેને ઘરે પહોંચવામાં મદદ કરી હતી.



આંતરરાષ્ટ્રીયઃ ચીનના ફુઝિયાન પ્રાંતમાં એક વ્યક્તિએ બસને હાઇજેક કરીને રસ્તે ચાલતા રાહદારીઓને કચડી નાખ્યા હતા. મંગળવારે બનેલી આ ઘટનામાં પાંચ લોકોનો મૃત્યુ થયા હતા અને 21 લોકો ઘાયલ થયા હતા. હૂમલાખોરે ડ્રાયવર હૂમલો કર્યો હતો અને ડ્રાવવરે બસ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી.



બેન્કિંગ કૌભાંડઃ દેશમાં સૌથી મોટા બેન્કિંગ ગોટાળા કરીને એન્ટિગા બેઠેલા હીરાના વેપારી મેહુલ ચોકસીએ કહ્યું કે તે ફ્લાઇટમાં 41 કલાક સફર કરીને ભારત આવી શકતા નથી. ચોકસીને ભાગેડુ જાહેર કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)એ એક ખાસ અદાલતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં પોતાના ખરાબ સ્વાસ્થ્યનું કારણ ટાંકતા આ વાત કરી હતી.



સોશિયલ મિડીયાઃ એક નવા પ્રસ્તાવમાં સોશિયલ મિડીયા કંપનીઓ અને મેસેજિંગ એપ્સને માનહાનિવાળા અથવા રાષ્ટ્રીય સુરક્ષાની વિરુદ્ધમાં માનવામાં આવેલા કંન્ટેન્ટને 24 કલાકની અંદર બંધ કરવાના રહેશે. ઇન્ટેલિજન્સ અને સિક્યોરિટી એજન્સોને કોમ્પ્યુટર, મોબાઇલ ડિવાઇસ અને સર્વર પર ડેટા ઇન્ટરસેપ્ટ કરવાની અનુમતીને લઇ ઉઠેલા વિવાદની વચ્ચે સરકાર ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 79 હેઠળ ઇન્ટરમિડીયરીઝ માટેના નિયમોમાં સુધારો કરવા માગે છે. નવા ડ્રાફ્ટ નિયમોમાં ફેસબુક, ગૂગલ, ટ્વીટર, યાહૂ, વ્હોટ્સએપ જેવી ઇન્ટરમિડીયરીપર તેમના પ્લેટફોર્મ પર યૂઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવનાર કનેન્ટને નિયંત્રિત કરવાની જવાબદારી નાખવામાં આવી છે.



ચેનલ્સ પર લગામઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ દરેક મલ્ટી સર્વિસ ઓપરેટર્સ (એમએસઓ) અને લોકલ કેબલ ઓપરેટર્સ (એલસીઓ)ને 29 ડીસેમ્બરથી નવા ટેરિફ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. નવા નિયમ અનુસાર ઉપભોક્તાઓ પર ચેનલો ખડકી દઇ શકાશે નહી, પરંતુ તેમને ફક્ત એ જ ચેનલ જોવાની આઝાદી હશે જેને તેઓ જોવા માગતા હોય અને તેના અનુસાર જ ચૂકવણી કરવાની રહેશે. ઇલેક્ટ્રોનીક પ્રોગ્રામ ગાઇડ (ઇપીજી) દ્વારા ટીવી સ્ક્રીન પર દરેક ચેનલની એમઆરપી લખેલી હશે અને કોઇ પણ ડિસ્ટ્રીબ્યૂટર બ્રોડકાસ્ટર તેની નિશ્ચિત કિંમતથી વધુ કિંમત લઇ શકશે નહી.



બેન્ક હડતાલઃ સરકારી બેન્કોમાં બુધવારે કામકાજને અસર થઇ શકે છે. વિજયા બેન્ક અને દેના બેન્કના બેન્ક ઓફ બરોડામાં સૂચિત મર્જરના વિરોધમાં સરકારી ક્ષેત્રના બેન્ક કર્મચારીઓના યુનિયને બુધવારે હડતાલનું એલાન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક સપ્તાહમાં આ બીજી હડતાલ છે. અગાઉ 21 ડીસેમ્બરે હડતાલ કરવામાં આવી હતી.

Gujarati News by Taja Samachar : 111066283
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now