ચાલ વહીએ ભીતર મહી,
શોધ બધી બાહ્ય વ્યર્થ અહીં.....
ધ્યાન ને ધીરજ થકી,
પામીએ પૂર્ણતા અહીં.....
સત્ય ની ખોજ માટે,
વ્યર્થ ની ચર્ચા નહીં.....,
પજાવતા પ્રશ્નો ના ઉત્તરે,
ખુદથી સાચો સાથી નહીં....
ટટોલ માયલો તારો,,
તુજ થી બેહતર કોઈ ગુરુ નહીં....
હરહંમેશ હામ રાખજે,
હામથી બેહતર કોઈ ભેરુ નહીં....
વોરા આનંદબાબુ..... લખ્યા તારીખ...2/12/2018...સમય...8.45 P.M.
...બેન્ક ની ટ્રેનિંગ માટે ભુજ જતી વેળા એ લખાયેલ....