શબ્દો કરતા મૌન માં તાકાત વધારે છે
શબ્દો તો કરી જાય તાંડવ
વિખૂટા પડી જાય વર્ષો ના સંબંધો
એના કરતાં તો મૌન સાચવી જાય એ પળ
શબ્દો કરતા મૌન માં તાકાત વધારે છે....
શબ્દો એ તો કરાવ્યું મહાભારત
એના કરતાં તો દ્રૌપદી નું મૌન સાચવી જાત એ પળ
ગુસ્સો કરી જાય શબ્દો માં યુદ્ધ
એથી તો મૌન બચાવી જાય યુદ્ધ ની પળ
શબ્દો કરતા મૌન માં તાકાત વધારે છે....
ન બોલવા માં નવ ગુણ
સમય આવ્યે એ જ સાચું
પરિસ્થિતિ બગડતાં મૌન જ ભારે
શબ્દો કરતા મૌન હલાવે માણસ ને વધુ
ખરેખર શબ્દો કરતા મૌન માં તાકાત વધારે છે.....
--પર્લ મહેતા