Gujarati Quote in Story by Ujas Vasavada

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"શાંતાક્લોઝ.."
આઠ વર્ષનો નાનકડો જોસેફ ક્રિસમસ ટ્રીને શણગારી રહ્યો હતો. શણગાર પણ એવો કે કોઈ પણ જોવે તો નવાઈ લાગે કે આઠ વર્ષના બાળકમાં આટલી બધી સર્જનશક્તિ હશે!!

જોસેફનું મન ઉદાસ હતું, એ લગભગ છેલ્લા ત્રણેક વર્ષથી શાંતા ક્લોઝ ની રાહ જોઈ રહ્યો હતો. દરેક વર્ષે શાંતા ક્લોઝ ઘરે આવે પણ બધી જગ્યાએ ગિફ્ટ આપી જોસેફ પાસે પહોંચતાં ગિફ્ટ ખાલી થઈ જતી. શાંતા ક્લોઝ જોસેફને આવતાં વર્ષે પહેલાં ગિફટ તને જ આપીશ કહી જતાં રહેતાં.

ત્રણ વર્ષથી આ ઘટના બનતી હોય આ વખતે જોસેફને ફરી શાંતાક્લોઝ ખાલી હાથે આવશે એજ ભીતિ હતી. અને તો પણ નિરાશ ચહેરે ક્રિસમસ ટ્રી ને સુશોભિત કરી રહ્યો હતો. ક્રિસમસ ટ્રી પાસે વિશ માંગી રહ્યો હતો.

જોસેફના પિતા જસ્ટિન ચાર રસ્તે બેસી બુટ-ચપ્પલ રીપેર કરી આજીવિકા ચલાવતો હતો. ક્રિસમસના દિવસે એમને વિવિધ પાર્ટીમાં શાંતાક્લોઝ બની આવવાનું કામ મળતું. એ જે જગ્યાએ શાંતાક્લોઝ બની જતો ત્યાં નાના બાળકોને ગિફ્ટની વહેંચણી કરતો. આ ગિફ્ટનો થેલો એમને જે તે પાર્ટીના યજમાન આપતાં.

પાર્ટીમાં આવેલા નાના ભૂલકાંઓ ખુશ કરી અંતે એમના જ દીકરા જોસેફ ને રાજી રાખવા શાંતાક્લોઝના વેશમાં પહોંચતો. આ વર્ષે ગિફ્ટ વહેંચાઈ ગઈ છે આવતાં વર્ષે પહેલી ગિફ્ટ તારી એવું આશ્વાસન આપી જસ્ટિન શાંતાક્લોઝના વેશમાં પરત જતો રહેતો.

આ વખતે જોસેફનો નિરાશ ચહેરો જોઈ ગમે તેમ ગિફ્ટ આપવાનું જસ્ટિન એ નક્કી કરેલું. ક્રિસમસની રાત આવી અને જોસેફને એક ધનાઢ્ય વ્યક્તિ રોબિન રોયને ઘરે શાંતાક્લોઝ બની આવવાનું કામ મળ્યું. જસ્ટિન પુરી નિષ્ઠા પૂર્વક પાર્ટીમાં લોકોને ખૂબ મજા કરાવી એમના ગીફ્ટબેગમાં રહેલી બધી જ ગિફ્ટ પાર્ટીમાં આવેલ બાળકોને વહેંચી છેલ્લે એક ગિફ્ટ વધી હતી. કારણ કુલ આવેલ બાળકો પૈકી એક બાળક કોઈ કારણો સર ન આવેલ.
પાર્ટી પુરી થતાં મોડી રાત થઈ ગઈ.જસ્ટિનને એનું મહેનતાણું મળતાં એ ખૂબ જ ખુશ થાય છે. રોબિન રોય એમને પૂછે છે. આજે તમે બાળકોને ખૂબ જ ખુશ કર્યાં જેથી તમારું મહેનતાણું ખુશીથી બમણું આપીશ, પણ તું મને એ કહે એમનું તું કરીશ શ?" જસ્ટિન જવાબ આપે છે, "સર... મારા પુત્ર માટે ક્રિસમસ ગિફ્ટ લઈશ.

જસ્ટિન વિદાય લઈ એમના પુત્ર જોસેફ માટે ગિફ્ટ શોધવા નીકળ્યો પણ ઠંડીની ઋતુમાં લોકો ક્રિસમસ પાર્ટી કરી સુઈ ગયેલાં. જસ્ટિનને આંખોમાં આંશુ આવી જાય છે. એ વિચારે છે અત્યારે હવે જોસેફ પણ સુઈ ગયો હશે. જસ્ટિન પણ ખાલી હાથે ઘરે પહોંચે છે. એમનો ચહેરો હતાશાના વાદળોથી ઘેરાયેલા હોય છે.

ઘરે પહોંચતાં જ જોસેફ એકદમ ખુશ થઈ જસ્ટિનને વળગી પડે છે. અને ખુશી વ્યક્ત કરતા, "પપ્પા આ વખતે શાંતાક્લોઝ મારા માટે ખૂબ જ સરસ ગિફ્ટ લઈ આવ્યા. એ કોઈ જગ્યાએ રોકાયેલા હોય આજે બહુ જ મોડાં આવ્યા."

જસ્ટિન થોડો અચંબિત થાય છે, ગિફ્ટ હાથમાં લેતાં જ એમને યાદ આવે છે કે આતો એ જ ગિફ્ટ જે એમના વડે બાળકોને વ્હેચ્યાં બાદ વધેલી હતી. ત્યાં ઘરની અંદરથી જ શાંતાક્લોઝના વેશમાં રોબિન રોય જ આવ્યા હોય છે. એ જસ્ટિનને કહે છે,"આજે ક્રિસમસની રાત છે કોઈ બાળક નિરાશ ન સૂવું જોઈએ, દરેક બાળકો આજે ખુશ થવા જ જોઈએ. જોસેફે વાત કરી દરેક વર્ષે મારી ગિફ્ટબેગ ખાલી થઈ જાય છે. પણ આ વખતે ખાલી નથી. હવેથી દર વર્ષે જોસેફની ગિફ્ટ પણ આવશે." આટલું કહી મેરી ક્રિસમસ વિશ કરી જતાં રહે છે.

કેટલીય ક્રિસમસ બાદ જસ્ટિનના ઘરમાં ક્રિસમસની ખુશી હતી.

✍️ ઉજાસ વસાવડા

Gujarati Story by Ujas Vasavada : 111065939
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now