Gujarati Quote in Shayri by Jignesh Trivedi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીની વાતો કાગળ પર ઉતારી છે,
જ્યાં પડી ભૂલો અમે એને સુધારી છે.

હું નિખાલસ ભાવે જ્યાં બોલી ગયો વાતો ,
તો કહે વાતો બધી ક્યાં સારી સારી છે!

આ નકાબો ચાહનારા લોકો છે જગના,
ક્યાંથી બોલું લાગણીઓ મુજ કુંવારી છે.

વેદનાને તો કસોટી રાખી માપે છે,
ને કહે છે વેદના ક્યાં એકધારી છે.

મારે પિચકારી આ ધોળેલી દિવાલો પર
ને એ પૂછે કોણે પિચકારી આ મારી છે ?

સાથ છે પળભર પછી ચાલ્યા જવાનું છે ,
આવી વાતોની બધે ચાલી સવારી છે.

તું જણાવી જો જરા તકલીફ લોકોને ,
ઓછા બોલે વેદના તુજ ,એ અમારી છે.

ફૂલ ને કાંટાનો નિત સ્વીકાર કર્યો છે,
રીત આ લઇ જિંદગીને તો મઠારી છે.

િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'

Gujarati Shayri by Jignesh Trivedi : 111065837
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now