Gujarati Quote in News by Taja Samachar

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાષ્ટ્રીયઃ અમેરિકી થિન્ક ટેન્કે દાવો કર્યો છે કે 2019માં થનારી ચૂંટણીમાં સત્તાધારી ભાજપ સરકારને મોટી હારનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભાજપ લગભગ 103 બેઠક હારી શકે છે અને તેની પાસે માત્ર 179 બેઠક સુધી આવી શકે છે. આ રિપોર્ટ ભાજપને આંચકો આપનારો છે. ભાજપના સાથી પક્ષોને પણ 28 બેઠકોનું નુકસાન થઈ શકે છે. ભાજપને 2014માં 282 બેઠકો મળી હતી જેમાં તેની સહયોગી પાર્ટીઓની 54 બેઠકો હતી. ઘણી સહયોગી પાર્ટી ભાજપથી અલગ થઈ ચૂકી છે.



આંતરરાષ્ટ્રીયઃ ઈન્ડોનેશિયાની સુંદા ખાડીમાં સુનામીની આવતાં 222 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 800 જેટલાં ઘાયલ થયાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ મુજબ શનિવારે મોડી રાત્રે અનાકા ક્રાકાતોઆ જ્વાળામુખી ફાટ્યાં બાદ સમુદ્રની નીચે ભૂસ્ખલન થયું. પરિણામે ઉંચા મોજાને કારણે કાંઠા પરના વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. દક્ષિણી સુમાત્રાના કાંઠે કેટલીક ઈમારતો નષ્ટ થઈ ગઈ છે.



ઓફબીટઃ ઇઝરાયેલના હદેરા શહેરાં એક અનોખુ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. તેમાં ભોજન પર નાખવામાં આવતા મીઠા-મરચાની ડબ્બીઓની 37 હજાર જોડ રાખવામાં આવી છે. મ્યુઝિયમનું નામ પણ સોલ્ટ એન્ડ પેપર મ્યુઝિયમ રાખવામાં આવ્યું છે. મ્યુઝિયમ માટે અલગ અલગ પ્રકારની ડબ્બીઓ એકત્ર કરતા તેના માલિક એતન બાર ઔન્સને 58 વર્ષ લાગ્યા છે.



જીએસટી અપડેટઃ આઇટી અને આઇટીઇ કંપનીઓ હવે પોતાના વિદેશી સાહસ સાથે સંયુક્ત ધોરણ વૈશ્વિક કોન્ટ્રાક્ટને અનુસરવામાં વપરાયેલી ઇનપુટ્સ પર ચૂકવવામાં આવેલા કરનું રિફડ મેળવવા માટે સક્ષમ રહેશે. જીએસટી કાઉન્સિલે જો ભારત બહારના સાહસ દ્વારા કોન્ટ્રાક્ટને અંશતઃ પણ પૂર્ણ કર્યો હોય તો સર્વિસ પ્રોવાઇડર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પૂરી પાડવા માટે સંમતિ વ્યક્ત કરી છે. આ પગલું બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સીંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું છે.



અયોધ્યા વિવાદઃ રામ જન્મભૂમિ ટાઇટલ વિવાદને ઉકેલવા માટે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પૂરજોશમાં પ્રયાસ કરશે. કેન્દ્રના ટોચના એક અધિકારી યુરી સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ મામલાને ઉકેલવા મટે મજબૂત દબાણ ઊભુ કરવાનો પ્રયત્ન કરી શકે છે. જ્યારે આ બાબત જાન્યુઆરીમાં કોર્ટમાં ફરી આવશે ત્યારે એવો તર્ક રજૂ કરવામાં આવી શકે છે કે આ વિવાદ ટોચની અદાલતમાં 2010થી ચાલી રહ્યો છે, તેના કારણે આઝાદી બાદથી દાવો કરવામાં આવી રહ્યો છે.



એનસીએલટીઃ નોઇડા સ્થિત સંકટગ્રસ્ત જેપી ઇન્ફ્રા સામે ઇનસોલ્વન્સી પ્રક્રિયા ચાલી રહી હોવા છતાં આશરે 4,000 જેટલા ઘરો માલિકોને ફાળવવામાં આવ્યા છે. ઇનસોલ્વન્સી પ્રક્રિયા સાથે ગાઢ રીતે સંકળાયેલ એક વ્યાવસાયિકે જણાવ્યું હતું કે હવે પછીના એક મહિનામાં વધુ 1,000 મકાનો પઝેશન આપવા માટે તૈયાર થઇ જશે. જેપી ઇન્ફ્રાટેકના કેસમાં રિઝોલ્યુશન પ્લાન શોધી કાઢવા માટે 180 દિવસની મુદત આપવામાં આવી હતી.



પ્રિમાર્કેટઃ વૈશ્વિક સંકેત બજાર પર ભારે પડે તેવી શક્યતાની વચ્ચે સોમવારે બજાર ઘટ્યા મથાળે ખુલે તેવી સંભાવના છે. ક્રૂડના ભાવમાં ઘટાડો થયો હોવા છતાંયે 21 ડીસેમ્બરના રોજ પૂરા થતાં છેલ્લા નવમાં સત્રમાં પ્રથમ વખત તીવ્ર કરેક્શન જોવા મળ્યું હતું. નજીકના ગાળામાં 10,726ની 40 ડે એક્સપોનેશિયલ મુવીંગ એવરેજ (ડીઇએમએ) નિર્ણાયક બની રહેશે. જો ઘટાડો થશે તો ઇન્ડેક્સ 10,660થી 10,582 સુધી આવી શકે છે અને 40 ડીઇએમએ સ્તરની નીચે રહી શકે છે એમ નિષ્ણાતો જણાવે છે. અમેરિકામાં રાજકીય તણાવને લઇને સોમવારે એશિયન બજારો નીચા મથાળે ખુલ્યા હતા.



ઇન્ફોસિસઃ ઇન્ફોસિસનું બોર્ડ ફરી એક વાર 1.6 અબજ ડોલરની બાયબેક ઓફર આપવાનું વિચારી રહ્યું છે, જેથી રોકાણકારોના સેન્ટિમેન્ટસમાં સુધારો કરી શકાય જેમાં કેટલાક ફાઉન્ડીંગ સભ્યો તેમના શેર વેચી શકે છે.

Gujarati News by Taja Samachar : 111065555
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now