અધૂરા રસ્તા
' ફટાફટ જવા દયો મોડું થયી જાશે ' બાઇક પાછળ બેઠેલી ગાર્ગી બોલી.
માધવ પ્રેમિકાને પોતાના બાઇક પર બેસાડી ને પરીક્ષા કેન્દ્ર તરફ લઈ જતો હતો.
પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મોડું થતા ઘણા રિસામણા અને મનામણા પછી મળેલી ગાર્ગી માધવ પર ગુસ્સે થતી હતી કે સમય માધવ એ કોઈ દી સાચવ્યો જ નહીં.
નાહક ની ઉતાવળમાં ને ઉતાવળમાં બાઇક સામે આવતા ડમ્પર સાથે અથડાઈ ગયો.
ઘડી ના છઠ્ઠા ભાગમાં જ લોહી ની નદી વહેવા લાગી.
પ્રેમ અને પરીક્ષા બંને અધૂરા.