તું નહિ થતો હેરાન,
જીવનમાં બધું ચાલ્યા કરે
કર ફક્ત તારું કામ,
જીવનમાં બધું ચાલ્યા કરે..
કોઈ ભલે રાખે હૃદયમાં પાપ, ભોગવશે અહીં જ
તું રાખજે દિલ સાફ, જીવનમાં બધુ ચાલ્યા કરે
તું છોડતો ના સાથ સચ્ચાઈનો આખી જિંદગી
છો થાય તું બદનામ,
જીવનમાં બધુ ચાલ્યા કરે..
વિશ્વાસથી તું તારી રીતે જિંદગીને જીવજે
કોઈ નહીં દે સાથ,
જીવનમાં બધુ ચાલ્યા કરે..
કોઈ ભલેને ના કરે તારી કદર આ જગ મહીં
દેજે તું સૌને માન,
જીવનમાં બધુ ચાલ્યા કરે..
- અજ્ઞાત