લખનૌઃ હનુમાનજીની જાતિ અંગે છેડાયેલો વિવાદ અટકવાનું નામ લેતો નથી. કોઈ હનુમાનજીને દલિત કહે છે તો કોઈ બ્રાહ્મણ. ગુરુવારે ભાજપના એક MLC બુક્કલ નવાબે મુસલમાન ગણાવી દીધા. પોતાના નિવેદનને કારણે હંમેશા વિવાદમાં રહેનારા ભાજપના નેતા અને ઉત્તરપ્રદેશ એમએલસી બુક્કલ નવાબે ગુરુવારે હિન્દુઓના આરાધ્ય દેવ હનુમાનજીને મુસલમાન ગણાવ્યા છે. નવાબે એવો તર્ક આપ્યો હતો કે, તેમના નામ જેવા નામ જ અમે રાખીએ છીએ.
અમદાવાદઃ ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા બાદ બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપીઓ સામે સઘન કાર્યવાહી કરનાર પૂર્વ CID અધિકારી અને ગુજરાત કેડરના IPS રજનીશ રાયને સસ્પેન્ડ કરાયા છે. જોકે કાલે જ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મુંબઈ કોર્ટ ચુકાદો આપવાની છે. આ કેસમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસ પણ આરોપી છે તેનો ચુકાદો આવે તે પહેલાં જ સરકાર સામે કાર્યવાહી સંદર્ભે બાયો ચઢાવનાર IPS અધિકારી રજનીશ રાયને ઘર ભેગા કરી દેવાયા છે.
કર્ણાટકઃ કર્ણાટકનાં ચામરાજનગરમાં હિલ સલુરૂ મઠનાં પુજારી અને તેના ત્રણ સાથીઓની હત્યાનાં આરોપસર ધરપકડ કરાઈ છે. 14 ડિસેમ્બરે મંદિરમાં પ્રસાદ લીધા બાદ 15 લોકોનાં મોત થયા છે. પોલીસનાં કહ્યા પ્રમાણે , પ્રસાદમાં ઝેર ભેળવીને ભક્તોને મારી નાખવાનું ષડયંત્ર રચાયું હતુ.
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળ સરકારનો ચુકાદો ફેરવી તોળતા કલકત્તા હાઈકોર્ટે ભાજપની પ્રસ્તાવિત રથ યાત્રા કાઢવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કલકત્તા હાઈકોર્ટની સિંગલ બેંચે રથ યાત્રા પર રોક લગાવી હતી. પરંતુ ડિવિઝન બેંચે આ ચુકાદા પરથી રોક હટાવી છે.
મુંબઈઃ બોલિવૂડની ‘દેસીગર્લ’ એવી પ્રિયંકા ચોપરાએ 1-2 ડિસેમ્બરના રોજ વિદેશી બૉયફ્રેન્ડ અને સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. રિસેપ્શનના એન્ટ્રેસને ગુલાબના ફૂલો અને લાઈટિંગ્સથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો. પ્રિયંકા અને નિકે 19 ડિસેમ્બરના રોજ પરિવારજનો અને અમુક ખાસ લોકો માટે પણ એક રિસેપ્શન રાખ્યું હતું.
કેવડિયાઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ગુરુવારથી ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફરન્સ શરૂ થઈ છે. કોન્ફરન્સના પ્રથમ દિવસે રાજનાથસિંહે રાજસ્થાનના બિકાનેર જિલ્લાના કાલુ પોલીસ સ્ટેશનને 'બેસ્ટ પોલીસ સ્ટેશન ઓફ ધી કન્ટ્રી'નો એવોર્ડ એનાયત કર્યો હતો. તેમણે દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસ કામગીરીના આધુનિકરણ પર મહત્તમ ભાર મુક્યો હતો.
બોલીવુડઃ ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહે બુલંદશહર હિંસા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે આજે દેશમાં પોલીસ ઓફિસરના મોતથી વધુ મહત્વ ગાયનું છે. શાહે એમ પણ કહ્યું કે, હાલના દિવસોમાં સમાજમાં ચારેય તરફ ઝેર ફેલાઈ ગયું છે. તેમણે કહ્યું કે, મને એ વાતનો ડર લાગે છે કે જો ક્યાંક મારા બાળકોને ભીડે ઘેરી લીધા અને તેમને પૂછવામાં આવે કે તું હિન્દુ છે કે મુસલમાન? મારા બાળકોની પાસે તેનો કોઈ જવાબ નહીં હોય.
વોશિંગ્ટનઃ ફરી એક વખત અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો છે,અહી વાવાઝોડાની સૌથી વધુ અસર સિટલ ટાઉન અને પોર્ટ ઓર્કલેન્ડમાં જોવા મળી, નેશનલ વેધર સર્વિસ ટીમે અગાઉથી જ આગાહી કરી હતી,જેના કારણે લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા, ભારે ચક્રવાતને કારણે 50 જેટલા બિલ્ડીંગોને મોટું નુકસાન થયું છે, ભારે ચક્રવાતને કારણે મોટાભાગની જગ્યાઓએ વિજળી ડૂલ થઇ ગઇ હતી
ગુજરાતઃ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની નીલાંશી પટેલે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. નીલાંશીને તેના લાંબા વાળને કારણે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળ્યું છે. નીલાંશી હજુ તો ધોરણ-11માં અભ્યાસ કરે છે અને આટલી નાની ઉંમરમાં તેના વાળ એટલા 5.7 ફૂટ વધી ગયા છે. તેના લાંબા વાળ બદલ નીલાંશીને ગિનિસ બુકનું સર્ટિફિકેટ મળ્યું છે.