@ માણસ બદલાય છે..
લેખ ***
આ માણસ બદલાય છે. આ મોસમ બદલાય છે.
વારંવાર મળ્યા પછી માંડ આ માણસ સમજાય છે.
અને જયારે સમજાય છે ત્યાં વધુ ગૂંચવાય છે. કરી કોઈને પ્રેમ સાચો અને પછી જીવનભર આ માણસ પસ્તાય છે.
માણસ માણસ રમતા આ માણસ ખોવાય છે.ચેહરા પર ચેહરો પેહરી ફરતો આ માણસ. શોધો તો ન કદી મળે અેવો આ માણસ સંતાય છે. સાવ કોરોકટ લાગતો આ માણસ કયાં કદી વંચાય છે. લાગણીઓની આડમાં આ માણસ ખેંચાય છે. કોઈ પાલવની ઓથમાં આ માણસ લપાય છે. આવે આંખમાં આંસુઓ ત્યારે આ માણસ ધોવાય છે. પૈસાની બોલબાલા હોય ત્યારે આ માણસ તોળાય છે . લઈ લે છે સસ્તો અને આ માણસ વેચાય છે. આજે એટલે જ માણસ ને માણસ પર ભરોસો નથી. આમ જ માણસાઈ થી ઉતરતો આ માણસ બદલાય છે.......
# ભાવના ભટ્ટ અમદાવાદ.........