. ? *કાગળ*
~::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~
આવ્યા છે તો કઈક કરીને જા,
કોરે કોરા કાગળ મૂકી, તું ના જા,
કરવી જોઈએ દુનિયા યાદ તને,
એવી વાર્તા *કાગળ* પર લખતો જા. ✍?
સુખ દુખને ભૂલી આગળ વધતો જા,
યાદગાર પલને મોટી તું કરતો જા,
તારા અનુભવથી ચાલવા જોઈએ લોકો,
એવી લાગણી *કાગળ* પર મૂકતો જા. ✍?
કાંટા જરૂરી નથી,રસ્તો મહત્વનો છે.
રસ્તાની વાતો આજે તું કરતો જા,
ના ચાલી શકે તારી જેમ કોઈ બીજું,
એવા દુઃખ *કાગળ* પર ઉતારતો જા. ✍?
ભક્તિના માર્ગ પર શખ્ત તું થઈ જા,
દુનિયાને મોહ આજે તું બતાવતો જા,
સબંધો એક ભગવાનની માયા છે,
એવી શ્રદ્ધાને *કાગળમાં* ઉમેરતો જા. ✍?
જીવનને આજે તું બદલાવતો જા,
જીવનમાં હવે તું કઈક કરીને જા,
જીવન જીવી મૃત્યુ પામે હજારો,
સમજવા જીવન, *કાગળ* તું રાખતો જા. ✍?
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
*ધવલ રાવલ*
*_TRUST ON GOD_*
✍? ચલાલા ✍?