રાષ્ટ્રીયઃ સંસદના શિયાળુ સત્રમાં બંને ગૃહમાં ભારે હોબાળા વચ્ચે લોકસભામાં સરોગેસી રેગ્યુલેશન બિલ ધ્વનિમતથી પસાર થઈ ગયું. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રી જે.પી. નડ્ડાએ બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે બિલમાં કોમર્શિયલ સરોગેસી રોકવા અને નિ:સંતાન દંપતીઓને સંતાનસુખ અપાવવાની જોગવાઈ છે. બિલ મુજબ એનઆરઆઇ દંપતીઓને સરોગેસી સુવિધા મળશે પણ વિદેશી દંપતીઓને નહીં. સમાજના તમામ વર્ગો અને રાજકીય પક્ષોનો અભિપ્રાય છે કે કોમર્શિયલ સરોગેસી બંધ થવી જોઇએ.
ચૂંટણીઃ આજે ગુરૂવારે જસદણની હાઇવોલ્ટેજ પેટા ચૂંટણી છે. સવારે 8 વાગ્યાથી જ મતદાન શરૂ થઇ ગયું છે. તમામ મતદાન મથકો પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ ચૂંટણીમાં ભાજપના બાવળીયા અને કોંગીના નાકીયા સહિત આઠ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.
રાષ્ટ્રીયઃ કેન્દ્રિય નણાં પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે સરકારને રિઝર્વ બેન્કના નાણાંની રાજકોષીય અવકાશને પૂરવા માટે જરૂર નથી તેના એક જ દિવસ પછી આર્થિત બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે ગઇકાલે જણાવ્યું હતું કે આરબીઆઇ પાસેથી વચગાળાનું ડિવીડન્ડ માગવામાં આવશે. ગર્ગે એમ પણ જણાવ્યું હતું કે આર્થિક મૂડી માળખા પર કંપોઝિશન અને સ્ટ્રક્ચર જે નિષ્ણાતો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે આરબીઆઇએ કેટલી અનામત રાખવી જોઇએ તે નક્કી કરશે.
પ્રિ-માર્કેટઃ નિફ્ટી50 અન્ય એશિયન બજારોમાં મિશ્ર પ્રવાહોની વચ્ચે નીચામાં ખુલે તેવી શક્યતા છે. બુધવારે આ ઇન્ડેક્સ 59 પોઇન્ટ વધીને બંધ આવ્યો હતો. દરમિયાનમાં ફેડરલ રિઝર્વે 2019માં વ્યાજ દરમાં થોડો વધારો કરવાના આપેલી સંકેતને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ ખરડાતા અમેરિકન શેરાં બુધવારે ઘટાડો નોંધાયો હતો.
રેલવેઃ હવે લાંબા અંતરની ટ્રેઇનોમાં શોપિંગ કોર્ટ સહિત સેલ્સમેન પણ રહેશે. આ સેલ્સમેન કંપની આઇડી સાથે યુનિફર્મમાં રહેશે. ફક્ત રોકડ જ નહી, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા પણ શોપિંગ કરી શકાશે. આ સુવિધા જાન્યુઆરી 2019ના પ્રથમ સપ્તાહ સુધીમાં શૂ થાય તેવી સંભાવના છે.
ક્રિકેટઃ ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર સામે રૂ. 10,000નું જામીન વોરંટ જારી કરવામાં આવ્યું છે. ગૌતમ ગંભીરને અદાલતી આદેશો અને કાર્યવાહીને અવગણવાનું ભારે પડી ગયું છે. એક રિયલ એસ્ટેટ ડેવલપર કંપની સામે છેતરપીંડીના મામલામાં આરોપી ગંભીર સામે આ વોરંટ દિલ્હીની એક કોર્ટે જારી કર્યું હતું. સૂનાવણી સમયે તેઓ ગેરહાજર રહેતા કોર્ટે આ પગલું ઉઠાવ્યું હતું.
જીણા હાઉસઃ મુંબઇમા 1936માં મલબાર હીલના પોશ વિસ્તારમાં જીણાએ બનાવવામાં આવેલું ઘર અનેક વિવાદોને કારણે ઘણા સમયથી ખાલી પડી રહ્યું હતું. સરકારે કરેલ નિર્ણય અનુસાર હવે આ હાઉસ હૈદરાબાદ હાઉસની જેમ જ ઇન્ટરનેશનલ સેંટર બનશે. દિલ્હીના હૈદરાબાદ હાઉસનો ઉપયોગ ઉચ્ચસ્તરીય વિદેશી પ્રતિનિધિમંડળો અને ખાસ મહેમાનો સાથે દ્વિપક્ષીય વાતચીત અને તેમના સન્માનમાં ભોજન વગેરે માટે થાય છે. મુંબઇમાં આવું આયોજન હવે જીણા હાઉસમાં થશે.
સૌથી ઝડપી ટ્રેઇનઃદેશમાં સૌથી ઝડપ ધરાવનાર અને એન્જિન વિનાની ટ્રેઇન 18 દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલશે. સૂત્રોના અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ડીસેમ્બરે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી આ ટ્રેનને લીલીઝંડી આપે તેવી શક્યતા છે. આ ટ્રેઇન શતાબ્દીની જગ્યા લેશે.
જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં બુધવારથી રાષ્ટ્રપતિ શાસન લદાયું છે. અહીં છેલ્લા 6 મહિનાથી રાજ્યપાલ શાસન હતું. કાશ્મીરમાં 22 વર્ષ પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું છે. 21 નવેમ્બરે બે રાજકીય દળોએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો પરંતુ રાજ્યપાલ મલિકે વિધાનસભા ભંગ કરી દીધી હતી. આ વર્ષે 20 જૂને ભાજપે પીડીપીને આપેલું સમર્થન પાછું ખેંચી લેતાં રાજ્યપાલ શાસન લદાયું હતું.