કેવી અજબ આ દુનિયા છે!!!!
જન્મ મારો ને હું રડું છતાં સૌ હસે
મૌત મારી હું ખુશ ને સૌ રડે
કેવી અજબ આ દુનિયા છે!!!
ક્યારેક દેખાડા માટે દાન ને ક્યારેક ગરીબ ને ધિક્કાર
ક્યારેક પ્રામાણિકતા ના પાઠ ને ક્યારેક એવો જ ભ્રષ્ટાચાર
ક્યારેક દીકરી ના જન્મ પર રડવું ને ક્યારેક બેટી બચાવો ના નારા
કેવી અજબ આ દુનિયા!!!
અમીરો વેચી જાય પૈસા માટે પ્રામાણિક ને
ને ગરીબો રહી જાય પૈસા ના વાંકે સૌ સેવાથી
બને છે અમીરો વધુ અમીર ને ગરીબો વધુ ગરીબ
કેવી અજબ આ દુનિયા!!!
શીખવે ચાલતા ને એ જ પાડી જાય પાછું
શીખવે લખતા એ જ લખાણ વિરુધ્ધ દાવો કરે
શીખવે હસતા તે જ રડવાનું કારણ બને
ખરેખર , કેવી અજબ આ દુનિયા!!!
--પર્લ મહેતા