Gujarati Quote in News by Taja Samachar

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇસરોઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) આજે સાંજે 4.22 વાગે સંચાર ઉપગ્રહ GSAT-7A લોન્ચ કરવામાં આવ્યો છે. 2250 કિલો વજનનો આ સેટેલાઈટ ભારતીય ક્ષેત્રમાં ક્યૂ-બેન્ડના ગ્રાહકોના ગ્રાહકોને સંચાર ક્ષમતા પહોંચાડવામાં મદદ કરશે. તેનાથી ખાસ રીતે વાયુસેનાનો સંપર્ક સુધારવામાં મદદ મળશે.

રાષ્ટ્રીયઃ ભારતમાં લેક્ટ્રિક વાહનોનું ચલણ વધારવા માટે સરકાર પેટ્રોલ, ડીઝલ કાર પર લેવી લાદવાનું વિચારતી હોવાનો એક અહેવાલ છે. આ અનુસાર સરકાર પેટ્રોલ અને ડીઝલ કાર પર રૂ. 12,000 રૂપિયાની લેવી ફી લાદી શકે છે, જેથી દેશમાં ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપી શકાય.

સ્થાનિકઃ નવી વી.એસ. હોસ્પિટલનો વિવાદ હાઇકોર્ટમાં ગયો છે. જૂની વીએસને શરૂઆતમાં 120 બેડ અને ત્યારબાદ 500 બેડ સાથે અલગ કરીને ટ્રસ્ટીઓને મેનેજમેન્ટમાંથી બાકાત કરાતા હાઇકોર્ટમાં રિટ કરાઇ છે. જસ્ટિસ વી.એમ.પંચોલીએ ચેરિટી કમિશનર, વીએસના ચેરમેન સહિતનાને નોટિસ કાઢી છે. નવી હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ લોકાર્પણ કરવાના છે.

આસારામઃ આશ્રમની જ એક કિશોરીનું યૌન શોષણ કરવાનાં આરોપસર POSCO એક્ટ હેઠળ આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામની આશા પર કોર્ટે પાણી ફેરવી દીધુ છે. રાજસ્થાન હાઈ કોર્ટે આશારામને પેરોલ અરજીને ફગાવી દીધી છે.

જોહ્લસન એન્ડ જોહ્નસનઃ જોહ્નસન એન્ડ જોહ્નસને આજે જણાવ્યું હતું કે ભારતીય ડ્રગ ઓથોરિટીએ તેની કેટલીક સવલતોની મુલાકાત લીધી હતી અને તેણે તેના ટેલ્કમ પાવડરના ટેસ્ટ અને સેમ્પલ્સ પૂરા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ન્યુઝએજન્સી રોઇટર દ્વારા એવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે કંપની જાણતી હતી કે દાયકાઓથી કેન્સરનું કારણ બનતા એસ્બેટોસને પ્રોડક્ટમાં મિશ્રીત કરવામાં આવે છે, તેના પગલે ભારતીય રેગ્યુલેટરે કંપનીના બેબી પાવડરમાં તપાસ ચાલુ કરી હતી. જોકે કંપનીએ બાદમાં તે સલામત હોવાનું જણાવ્યું હતું.

ઓપ્પો સ્માર્ટફોનઃ ચીનની સ્માર્ટપોન ઉત્પાદક કંપની ઓપ્પોએ પોતાના 3 સ્માર્ટપોન ઓપ્પો A83, ઓપ્પો F9 અને ઓપ્પો F9 PROની કિંમતમાં ‘મેરી ક્રિસ્ટમસ એન્ડ ન્યુ યર 2019’ની સ્પેશ્યલ ઓફર હેઠળ રૂ. 2000 સુધીનો ઘટાડો કર્યો છે. જોકે આ ઘટાડો 31 જાન્યુઆરી સુધી જ માન્ય રહેશે.

માર્કેટઃ અલ્લાહાબાદ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર ટૂંક સમયમાં પીસીએની બહાર આવી જશેતેવા ટીવી અહેવાલ બાદ આજે નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ કામકાજને અંતે 2.9 ટકા વધીને બંધ આવ્યો હતો. તેની સાતે એફએમસીજી શેરોમાં પણ લેવાલી નીકળી આવતા જે પણ બીએસઇ સેન્સેક્સ 137 પોઇન્ટ વધીને બંધ આવ્યો હતો. જ્રે નિફ્ટી 50 ઇન્ડેક્સ 59 પોઇન્ટ વધીને 10,967 પોઇન્ટના મથાળે બંધ આવી હતી.

અનિલ અંબાણીઃ સંદેશાવ્યવહાર વિભાગે (ડીઓટી)એ સૂચિત આરકોમ-રિલાયન્સ જિયો ઇન્ફોકોમ સ્પેક્ટ્રમ ટ્રેડ ડીલે ક્લિયરન્સ આપવાની એટલા માટે ના પાડી દીધી છે કે જિયોએ આરકોમની લોનની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હોવાના અહેવાલ છે. આ બાબત આરકોમના સર્વેસર્વા અનિલ અંબાણી માટે મોટા ઝટકા સમાન છે.

ઓગુસ્ટા વેસ્ટલેન્ડ ડીલઃ દિલ્હીની એક અદાલતે બુધવારે ઓગુસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી ચોપર સોદા માલમાં મધ્યસ્થી ક્રિશ્ચીયન મિશેલને 10 દિવસની જ્યુડિશયલ કસ્ટડીમાં ધકેલી દીધો છે. મિશેલની 14 દિવસની સીબીઆઈની કસ્ટડી આજે પૂરી થઇ હતી. તેને 28 ડીસેમ્બરના રોડ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Gujarati News by Taja Samachar : 111063678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now