જીવનની વાંકી ચૂંકી વાટમાં જ્યારે તું અટવાય,
ઝંઝાવાતો સામે કેમ ઝઝૂમવું એ વાતે તું મુંઝાય,
યાદ કરી લે ગીતા ત્યારે યાદ કરી લે ગીતા.
મોહ માયાના સાંસારિક બંધનોમાં જ્યારે તું ફસાય.
મરણની બીક જ્યારે મનમાં ઘર કરી જાય.
યાદ કરી લે ગીતા ત્યારે એક વાર યાદ કરી લે ગીતા.
ચિંતાઓનું મૂળ જ્યારે વટવૃક્ષ બની રોપાય,
સુખના વ્યર્થ ખ્યાલોમાં મન મલિન બનતું જાય.
યાદ કરી લે ગીતા ત્યારે યાદ કરી લે ગીતા.
કંઇક ગુમાવ્યાના અફસોસમાં દિન રાત રહેવાય,
લાલચને વશ થઈ પાપકર્મમાં વ્યસ્ત થવાય.
યાદ કરી લે ત્યારે ગીતા એક વાર યાદ કરી લે ગીતા.
ખાલી હાથે આવ્યા જગમાં ખાલી હાથે જવાનું.
દરેક સંચિત કર્મો નું ફળ અહી ચોક્કસ ભોગવવાનું.
પરમાત્માની દેન સઘળી અર્પણ ફરી એને સઘળું કરવાનું.
જ્ઞાનની સરવાણી ગીતા ,રત્નાકર સમી અમૂલ્ય ગીતા
દરેક શંકાનું સમાધાન છે, જીવનશક્તિ નો સાર ગીતા.
કર્મ, ભક્તિ,જ્ઞાનનો સમનવ્ય છે ગીતા
મૃત્યુ લોકમાં સ્વર્ગની અનુભૂતિ ગીતા.
પરમાત્મા પ્રાપ્તિનો રાહ છે ગીતા.
શ્રી કૃષ્ણ નો શ્વાસ અનુભવવાનો અવસર છે ગીતા....
- તન્વી કે ટંડેલ.
ગીતા જયંતી ની શુભકામનાઓ..