Gujarati Quote in Thought by aateka Valiulla

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અડકી લેશે તારી પતંગ પણ અંબર ને એક દી..
તુ હિંમત થી દોરી ની થોડી ધીલ તો છોડી જૉ....

ઊંચો રાખ તારો ધ્યેય..તો આવશે બધુ જ તારા હાથ માં..
એક વાર ફક્ત તુ તારી આ બઁધ મુઠ્ઠી તો ખોલી જૉ...

સુરજ નાં કિરણ સાથે આવશે રંગીન પતંગિયું પણ અંદર..
તૂ ભીતર નો તારો બઁધ દરવાજો તો ઉઘડી જૉ...

ક્યાંક કાળા ડિબાંગ વાદળો તો ક્યાંક રંગીન મેઘધનુષ રચાઈ છે..
દૃશ્ય પણ બદલાશે..તુ એક વાર દ્રષ્ટિકોણ તો બદલી જૉ...

સંધાઇ જશે થીંગડુ પણ ફાટેલા સંબંધો નું...
તુ સામે થી એક વાર સોઈ માં દોરો તો પોરવિ જૉ..

ધોવાઈ જશે બધી જ કાળાશ દુઃખો ની એક દિવસ..
તુ તારા ભીતર નાં બાળક ને વરસાદ માં રમતો તો મુકી જૉ..

બની જશે સ્વાદિષ્ટ જીવન રૂપી તારી બેસ્વાદ વાનગી..
એમા તારુ થોડુ ગળ્યું સ્મિત તો ઉમેરી જૉ...

મુકી દે અડવા નું જુના ઘાં ને વારેઘડીએ....
રૂઝાઇ જશે ઉઝરડા..તુ એને એકવાર પડતું તો મુકી જૉ..

મૂક ને ફરીયાદ કરવાની કે અંધકાર છે ચારેકોર....
મીંચી નાખેલી તારી એ બે આંખો તો ખોલી જૉ...
~ANV~

Gujarati Thought by aateka Valiulla : 111063062
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now