ચક્રવાત તોફાનઃ સોવારે આંધ્રપ્રદેશના પૂર્વીય ગોદાવરી જિલ્લાના અમલાપુરમમાં ચક્રવાતીય તોફાન પેથાઇની અસરને કારણે માછલીઓનો વરસાદ થયો હતો.
આંતરરાષ્ટ્રીય પાકનના વડાપ્રધાન ઇમરાનની આતંકની લડાઇની વિરુદ્ધમાં દાવાઓની પોલ તેમના જ પ્રધાનો ખોલી રહ્યા છે. આંતરિક બાબતોના જુનિયર પ્રધાન શહરપાર આફ્રીદીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હાફિક સઇદની રક્ષા કરવામાં આવશે. સઇદ મુંબઇ બોબ વિસ્ફોટનો માસ્ટર માઇન્ડ છે.
આઇપીએલઃ આઇપીએલના 12મા સત્ર માટે જે જયપુરમા 346 ખેલાડીઓની બોલી લગાવવામં આવનાર છે. દરેક ફ્રેંચાઇઝ પાસે 70 ખેલીડાઓને ખરીદવાનો મોકો છે અને આશા છે કે યુવા ક્રિકેટર્સ દિગ્ગજો પર ભારે પડી શકે છે. યુવરાજ સિંહ, શમી, ઉનાદકત અ ઇશાંત પર સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે મોટી ભાગની ફ્રેંચાઇઝે પોતાના સ્ટાર ક્રિકેટરને રિટેન રાખ્યા છે, જ્યારે કેટલાકની હબોલી લગાવવામાં આવશે. આ તમામ ખેલાડીઓમાં 50 ભારતીય અને 20 વિદેશી છે.
સ્થાનિકઃ લો - ગાર્ડન સ્થિત મેયર બંગલાને રૂ. 1.81 કરોડના ખર્ચે રિનોવેટ કરવાનું કામ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મુકાયું હતું. પરંતુ રિનોવેશન પાછળ થતો ખર્ચ વધુ હોવાને કારણે કમિટીએ નવો બંગલો બનાવવાનો વિચાર મુકતા રિનોવેશનનું કામ મંજુર કરાયું હતું નહીં. મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર મેયર બંગલાના રિનોવેશનને 20 થી 25 વર્ષ થયા હોવાને કારણે ફરીવાર રિનોવેશનનું કામ મુકાયું હતું. મેયરનો બંગલો 1975 પહેલા બનેલો છે.
પુસ્તક વિમોચનઃ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે લખેલું પુસ્તક ‘ચેન્જિંગ ઇન્ડિયા’નું આજે વિમોતચન થશે.
સ્થાનિકઃ અમદાવાદઃ 1 હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ 44 કરોડના ઇન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવનારા 300 વેપારીને જીએસટીએ નોટિસ પાઠવી છે. જીએસટીની ટીમે આ વેપારીઓ પાસેથી મળેલા દસ્તાવેજના આધારે ગોંડલ, અમરેલી, જૂનાગઢના 12 તેલના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. અગાઉ 58 કરોડની આઇટીસી ચાંઉ કરનારા છની ધરપકડ કરાઈ હતી. તેમની પૂછપરછમાં આ 12એ બોગસ બિલોથી 8 કરોડની કરચોરી કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.
ઠંડીઃ વાતાવરણમાં આવેલા પલટાના કારણે માઉન્ટ આબુમાં સોવારે લઘુત્તમ તાપમાનનો પાસો માઇનલ 2.4 ડિગ્રીથી ઊંચકાઇને 2 ડિગ્રી પહોંચ્યો હતો. તેમ જ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં પણ આજે પોરા સમાન્યથી ત્રણ ડિગ્રી ઊંચકાયો હતો. પરંતુ દિવસભર કાતીલ અને સુસવાટાભર્યા પવનો ફૂંકાવાનું યથાવત રહ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહેતા કીમ ચાર રસ્તા પાસે એક મહિલાનું મોત નીપજ્યું હતું.
બળાત્કારઃ ગુજરાતમાં ચાલુ વર્ષે બળાત્કારના 500થી વધુ કેસ નોંધાયા છે. જે પાછલા વર્ષના સમયગાળાની તુલનામાં 82 કેસ વધુ છે. વધુમાં મહિલાઓની પજવણીના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. આ વર્ષે પજવણીના કુલ 1014 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં બળાત્કારના સૌથી વધુ 60 જેટલા કેસ નોંધાયા છે. જે પાછલા વર્ષની તુલનામાં 6 કેસ વધુ છે.
વિજય માલ્યાઃ વિજય માલ્યા સામે મુશ્કેલી ખતમ થવાનુ નામ લેતી નથી. આગામી વર્ષે બ્રિટનની હાઇકોર્ટમાં વિજય માલ્યા સામે નાદારીની કાર્યવાહી શરૂ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને અન્ય 12 બેન્કોએ 1.45 અબજ યૂરો વસૂલ કરવા આ કે, કોર્ટમાં દાખલ કર્યો છે. આ રકમ કિંગફિશર એરલાઇન્સને લોનના સ્વરૂપે આપવામાં આવી હતી અને આ લોનની વોરંટી વલિજય માલ્યાએ આપી હતી.
ગૂગલઃ ગૂગલમાં ભિખારી સર્ચ કરવાથી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો ફોટોદેખાતો હોવાથી વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાન સરકારે આ બાબતે ગૂગલને નોટિસ ફટકારી સ્પષ્ટતા કરવાનું કહ્યું છે. પાકિસ્તાન પંજાબ પ્રાંતની સરકારને બીલ પસાર કરીને આ નોટિસ મોકલી હતી. ઉલ્લેખનીય છે કે પહેલા ગૂગલમાં ઇડીયટ સર્ચ કરવાથી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો આવતો હતો.