વર્ષો નું સપનું આજે તુટતું લાગે છે,
ઈચ્છા ઓ નું સરોવર અધૂરું લાગે છે,
પોતાનું પણ આજે હવે દૂર ભાગે છે,
આજે જીવન મા કંઈક ખૂટતું લાગે છે.
શુ છે તેની હવે ખબર નથી,
થાક્યો છું જાણવા હું મથી મથી,
નિંદ્રા માં પણ રાતે મારુ મન જાગે છે,
આજે જીવન મા કંઈક ખૂટતું લાગે છે
વધતી જાય છે તે જાણવાની તડપ,
પણ ઘટતી જાય છે તે પામવાની ઝડપ,
મંજિલ પણ પહોંચ ની દૂર લાગે છે,
આજે જીવન મા કંઈક ખૂટતું લાગે છે.