ગામડાની ગોદરે ગાયનું ધણ,
ચબૂતરા ની અંદર પક્ષી ચણ તા ચણ
ગોદ રે ઊબ વડ ની શીતળ છાયા,
નથી જોઈ તમે મારા ગામલોકોની માયા
નાતજાતના ભેદભાવ તો માત્ર નામનાં છે ગામમાં,
સુખ દુઃખમાં રહે હળીમળીને મારા ગામમાં
નથી ઝઘડો,ઈર્ષા કે પાડોશીને વેર,
અહી તો શેઢા પાડોશી સાથે પણ હોય છે લેર
ગામનાં લોકો હોય છે નિરક્ષર માત્ર અક્ષરથી,
માયા,મમતા, દયા ની તો યુનિવર્સિટી છે ગામમાં...
ઠાકોર સુરેશ..