કોઈ કવિ ની કલ્પના નથી,
કોઈક ની આરઝૂ છું હું.
કોઈ બાગ નું ફૂલ નથી ,
બસ એક પતંગિયું છું હું.
કોઈ મહેકતી સુવાસ નથી,
એક ઠંડી હવા નો એહસાસ છું હું.
કોઈ કવિ ની કવિતા નથી,
કોઈક ની જિંદગી છું હું.
કોઈ નિષ્ફળ ની હર નથી,
કોઈક ની મેળવેલી જીત છું હું.
કોઈ જીવંત વ્યક્તિ નથી,
બસ એક ‘અનેરી’ આશ છું હું.