તું એકવાર મોબાઇલ મુકી તો જો.
સબંધના આભાસમાં જીવ્યો ઘણુ
એને એકવાર રૂબરૂમાં જીવી તો જો,
તું એકવાર મોબાઇલ મુકી તો જો.
મોબાઇલી મિત્રોની મોજ બહુ માણી
હવે ઉંબરે ઉભેલાં ને જાણી તો જો,
તું એકવાર મોબાઇલ મુકી તો જો.
વર્ચ્યુઅલ પ્રેમ ના ત્યાં વિશાળ દરવાજા
અહીં હકીકતમાં પ્રેમ ને સ્પર્શી તો જો,
તું એકવાર મોબાઇલ મુકી તો જો.
મોબાઇલ ની દુનિયામાં જોવે તું કુદરતને
એ કુદરત ને સાચુકલાં રખડી તો જો.
તું એકવાર મોબાઇલ મુકી તો જો.
તારી જુવાની તું મોબાઇલમાં કાઢે ને
ઘડપણમાં બાળકો પાસે સમય માંગે?
તું એકવાર મોબાઇલ મુકી તો જો.
ઉભાં છે તારા રાહ જોઇ તારી
એકવાર તારા એને માની તો જો,
તું એકવાર મોબાઇલ મુકી તો જો .
@B