*હોસ્પિટલ અને ઘર વચ્ચે દોડતી.. મારી પુત્રવધુ ને*
*આજે હું પ્રેમ થી જોઈ રહયો હતો....*
*ચેહરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો...*
*તો પણ હસ્તા..હસ્તા..*
*રોજ મારે માથે હાથ ફેરવી કહેતી પાપા સારું થઈ જશે....*
*સદા મેકઅપ અને છુટા વાળ સાથે ઘર મા મસ્તી થી ફરતી મારી પુત્રવધુ ને જોઈ હું વિચારતો હતો... કે આ ઘર ની જવાબદારી કઈ રીતે સંભાળ સે...*
*પણ...આજે હોસ્પિટલ મા મને દાખલ કરે પંદર દિવશ થયા... સવાર સાંજ...ચા..નાસ્તો.. અને જમવાનું બનાવી...મને પ્રેમ થી હસ્તા હસ્તા જમાડતી....*
સર્વિસ કરતી હોવા છતાં....તેને પેહલા મને પ્રાધાન્ય આપ્યું...
સ્વજનો ની ખરી કસોટી ઘરે થી સ્મશાન સુધી પોહચાડવા ની નથી..હોતી.
પહણ હોસ્પિટલ થી ઘરે પ્રેમ થી પોહચાડવાની હોય છે....
તે કાવ્યા એ સાબિત કરી બતાવ્યું..
*આજે હોસ્પિટલ મા થી રજા આપતી વખતે મારી આંખો...રૂમના દરવાજા તરફ હતી....સાચું કહું છું....મારી આંખો મારી દીકરી જમાઇ ની રાહ જોઈ રહી હતી... રજા ના દિવશ સિવાય દેખાયા નથી....*
*પણ આશા ઠગારી નીકળી....*
બારણું ખુલ્યું...એજ મારી પ્રેમાળ પુત્ર વધુ...કાવ્યા
અને મારો પુત્ર..પિન્ટુ...બુકે લઈ રૂમ મા પ્રવેશ્યા...હાઈ.. પાપા...જય શ્રી ક્રિષ્ના "ગેટ વેલ સૂન "...
ચલો આપણા ઘરે....આપણું ઘર તમારી રાહ જોવે છે....
આ પંદર દિવશ ની હોસ્પિટલ ની મુલાકાત દરમ્યાન...
હું મારી પુત્ર વધુ કાવ્યા ના પ્રેમ મા પડી ગયો...
એક દીકરી ને સરમાવે તેવો પ્રેમ અને સેવા તેને મારી કરી હતી....
*ઘણી વખત. આપણે કહીયે છીયે....દીકરા વહુ ની ફરજ છે.....પણ...આપણે આપણી ફરજ ભૂલી જતા હોય છે..*
*દીકરી જમાઇ ની હાજરી મા કટાક્ષો કરી....આપણે ઘણી વખત ગૃહ લક્ષ્મી અને આપણા પુત્ર નું અપમાન કરતા હોઈએ છીયે.....*
દીકરી ના લગ્નઃ પછી ની તેની મુલાકાત એક મહેમાન જેવી હોય છે...એટલે એ વહાલી લાગે છે....જયારે મારી જેમ સસરો પ્રેમ મા પડે ત્યરે સમજી જવું....એક પૂત્રવધુ તરીકે પાત્ર તેને દીકરી તરીકે યોગ્ય ભજવ્યું હશે...
*ઘર મા દીકરા ના માઁ બાપ ને અપમાનિત કરી પોતાના માઁ બાપ ની પગ ચંપી કરતી દીકરીઓ કદી સાસરા મા સુખી થતી કે નથી પિયર મા થતી...*
*હું ગાડી મા બેઠો...બેઠો... આંખ.. બંધ કરી... કાવ્યા ની સાશુ ને યાદ કરી...રહયો હતો.*
*તારા ગયા પછી ..તારી પુત્રવધુ એ ઘર સંભાળી લીધુ છે...*
*પણ તને એકવાત કહેવાની ઈચ્છા થાય છે..*
*દીકરી ની મહિમા ગાવા મા ઘણી વખત પુત્ર અને પુત્રવધુ નું જાણે અજાણે આપણે અપમાન અથવા તો દિલ દુભાવી દેતા હોય છે....તેવો મને એહસાસ આજે થયો....*
*દીકરી વહાલ નો દરિયો છે....પહણ ખારો છે....તેવો એહસાસ થઈ ગયો..*
*પુત્રવધુ તો મીઠા પાણી નું ઝરણું છે.... અને આ તારો પુત્ર પહણ મીઠા પાણી નો કૂવો છે....તું ચિંતા ના કરતી.....*
*મારે મારો વ્યવહાર પુત્રવધુ તરફ બદલવો પડશે....*
*આજે તેને વહું થઈ... દીકરી નું પાત્ર ભજવ્યું..છે.*
*હવે હું આખી જીંદગી......તેનો સસરો થઈ ને નહીં પહણ તેનો બાપ બની ને રહીશ...*
*ગાડી ની બ્રેક વાગી...મારી આંખ જીંદગી પ્રત્યે ખુલી ગઇ હતી....સારા ખરાબ નો ભેદ હું સમજી ગયો હતો....*
*ચાલો પાપા ઘર આવી ગયું...કાવ્યા નો મીઠો ટહુકા એ મારો દવાખાના નો થાક ઉતારી દીધો..*
*ઘર મા પ્રેવેશ કરતા પેહલા મેં કાવ્યા ના માથે હાથ ફેરવી બોલ્યો... બેટા...દીકરી અને પુત્રવધુ વચ્ચે નો તફાવત તે મને સમજાવી દીધો.... છે.*
*સદા...સુખી થાવ...આનંદ મા રહો...*
*આ તારો બાપ બેઠો છે..ત્યાં સુધી તને કોઈ તકલીફ નહીં પડે તે મારુ વચન છે..*