Gujarati Quote in Blog by Kamlesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#..."ખરી મોજ ખોવાઇ ગઇ"...#...

પ્રગતિની આ દૌડમાં દુનિયા એવી અટવાઇ ગઇ,
જ્યાં મિત્રોના સાથની "ખરી મોજ ખોવાઇ ગઇ"...
દિન'રાત કરતા સૌ "સોસિયલ પર ચિટચેટ",
સાંજે ભરાયેલા ચોકના ડાયરાની "ખરી..."
સંદેશા પહોંચતાં થયા એક "ક્લિક" પર,
ટપાલમાં આવતી ગામની માટીની મહેકની "ખરી ..."
સ્કૂટીઓ આવી ગઇ હાથો હાથ આજે,
માંગેલી સાઇકલના બે આંટાંની "ખરી..."
ટેલીવિઝન થઇ ગયા આજ ઘરોઘર,
ફળિયા સાથે બેસીને રામાયણ જોવાની "ખરી..."
ગીતો થઇ ગયા ઓનલાઇન હવે,
પેનથી ચવાયેલી કેસેટના ઘૂંચડાં ઉકેલવાની "ખરી..."
ઓરડા થઇ ગયા એ. સી. વાળા,
ભેરુઓ સાથે તાપણાં તાપવાની "ખરી..."
મનડાં થઇ ગયા મારું મારું કરતાં,
સૌ સાથે ના આપણાપણાની "ખરી..."
આમ તો "કમલ" ખીલી ગયું આ કાદવમાં,
બસ "અનોખીપ્રિત"ના સાથની "ખરી મોજ ખોવાઇ ગઇ"...

Gujarati Blog by Kamlesh : 111062528
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now