ઘસી ઘસીને ઘણા સાફ તો કરેલા છે
છતા વિચાર હજુય મેલા છે....
દીશાના નામ ફકત સુર્ય થી પડેલા છે
ઘણાના સ્વપ્ન ઉગમણેય' ''આથમેલા'' છે...
નથી હુ આપતો કયારેય મારુ સરનામુ
તેમ છતાય અનેક પ્રશ્ર્નો ઉંબરે ઉભેલા છે....
દિવસ ને રાત સતત આવજાવ ચાલુ છે પણ
અમારા દરેક શ્વાસો તો શ્રી કૃષ્ણ ના પ્રેમ મા ઘેલા છે....
જય શ્રી કૃષ્ણ