મને તમારી આંખનો ઝૂકાવ મારી નાંખશે,
વધી જશે તો પ્રેમનો પ્રભાવ મારી નાંખશે.
બીજી કશીય ચોટની અસર થતી નથી હવે,
ગમી ગયેલ સ્પર્શનો અભાવ મારી નાંખશે.
કરી શકે નહીં મને પરાસ્ત કોઈ શબ્દથી,
તમે કરેલ મૌનનો ઠરાવ મારી નાંખશે.
સ્વભાવમાં હળીમળી ગયો ઉતાર ભાગ્યનો,
અગર થશે ચઢાવ તો ચઢાવ મારી નાંખશે.
સવાલ પણ કરો મને સવાલની અદા મુજબ,
અદા ગમી જશે અને લગાવ મારી નાંખશે.
-m@ni