આ શબ્દોની આટીઘુટીમા મને ન ફસાવ,
તારું હૃદય જે કહે એ વાતમાં મને વસાવ.
આપેલાં વાક્યોના વળાંકમાં ખોવાઈ ન જા,
એક સાદી સ્માઈલમાં મને અર્થ સમજાવ.
શબ્દોના અર્થોના જંગલમાં ભટકી ન પડ,
તારી એક નજરથી આખું સત્ય જણાવ.
તારે જે કહેવું છે તે નયનથી જ કહી દે,
દરેક લાગણીને શાબ્દિક ન બનાવ.
હું છું તારી સામે, તું પણ હાજર છે,
બાકી દુનિયાને આ ચર્ચામાં ન લાવ.
શબ્દો તો માત્ર સાધન છે, મંજિલ નહીં,
એથી આગળ પણ એક સંસાર બનાવ .