. *દીવાદાંડી*...✍?
*~:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~:::*
પત્થરોની વચ્ચે ઠોકર ખાતો રહ્યો,
દીવાદાંડી થઈ અંજવાળું આપતો રહ્યો.
ક્યારેક તુફાન મને જુકાવવા આવતું,
છતાં દીવાદાંડી થઈ બીજાને રસ્તો બતાડતો.
રહેતો પાસે જેની,કરી દરિયા એ બુઝાવવાની કોશિશ.
દરિયાનું ખોટું ના લગાડી,બીજાને આગળ વધારતો.
રાત્રિનો ડર ડરાવતો નથી હવે મુજને,
જ્યારથી આપુ છું પ્રકાશ હું ખુદને.
ધૂળમાંથી ઉપર ઉઠ્યો,પ્રકાશ છૂટ્યો આકાશે.
દીવાદાંડી થઈ મદદ કરતો, ચારેય દિશાઓની.
*પત્થરોની વચ્ચે ઠોકર ખાતો રહ્યો*,
*દીવાદાંડી થઈ અંજવાળું આપતો રહ્યો*.
~::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~
_ધવલ રાવલ_
_TRUST ON GOD_
*ચલાલા*