Gujarati Quote in Religious by Dhaval Gandhi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

? મૂર્તિપૂજા નો મહિમા ?

અાપણા હિન્દુ ધર્મ મા મૂર્તિપૂજા નો ખૂબ જ મહિમા છે.
આપણ ને ખબર છે કે મહાભારત ગ્રંથ મા આ વાત નો ઉલ્લેખ છે કે કેવી રીતે એક્લવ્ય ગુરુ દ્રોન ની પોતના હાથે થી બનાવેલી મુર્તી માથી કેવી રીતે પોતાના ગુરુ પાસેથી વિદ્યયા સિખ્યો હતો. એક્લવ્ય એ તે મૂર્તિ મા પ્રાણ પ્રતિષ્ઠા નોહતી કરી પણ તેને અંતર મા તેવો ભાવ રાખેલો કે મારા ગુરુ તેમા સ્વયમ પ્રગટ છે. તે થકી જ તે વિધ્યા પોતના ગુરુ પાસેથી સિખ્યો અને અર્જુન કરતા પણ શ્રેષ્ઠ ધનુર્વિધ્યા સિખ્યો.

આપણા હિન્દુ ધર્મ મા જયારે કોઈપણ મૂર્તિ કે પ્રતિમા કંડારી ને તેમા ભગવાન પ્રગટ છે તેવો ભાવ રાખવા મા આવે ત્યારે તેમા ભગવાન નો પ્રગટ વાસ થઈ જાય છે. હવે ભગવાન ની મૂર્તિ પ્રગત છે તે ભાવના થતા સાથે જ આપણે મૂર્તિ કે પ્રતિમા માટે અમુક વિવેક કેળવવો જોઈયે જેમ કે

૧) ભગવાન પોતે બિરાજે છે એટલે તેમની હાજરી ની અામન્યા રાખવી ભગવાન બિરજે તેવા ધર ના રૂમ મા કોઈ અશ્લીલ કામ કાજ ના કરવા જોઈયે. બેડરૂમ મા ભગવાન નુ મંદિર તો નાજ રાખવુ જોઈયે.
૨) ભગવાન નુ મંદિર ધર ના હોલ મા કે કિચેન કે સ્ટોર રૂમ માજ રખાય અને ત્યા સંપૂર્ણ સિસ્ત તા જળવાવી જોઈયે.
3) જેમ તમે પોતાના બાળક અને વ્રુઘ મા બાપ ની મર્યાદા અને વિવેક માટે વાણી અને વર્તન મા અંકુશ રાખો છો તેટલી મયૅાદા ભગવાન ની રાખો. ભગવાન પ્રગટ છે તેવો ભાવ થતા ની સાથે આ ગુણ આપો આપ અાવસે.
૪) શક્ય હોઈ તો રોજ ભગવાન ને થાડ જમાડવો પછી જ જમવુ.
૫) ભગવાન ની પ્રતિમા કે મૂર્તિ ની સામે પગ આવે તેમ બેસવુ નઈ.
૬) જો તમારૂ ધર ઇક રૂમ પુર્તુ જ હોઈ તો નાનુ મંદિર મુકી સકાય પણ રાતરે સુતા પેહલા મંદિર ના દરવાજા બંદ કરી પર્દો મારી દેવો. આટલી આમન્યા જરુર રાખવી અને ધર મા ભગવાન ના ફોટા ના રાખવા ( તેમને પર્દા મા ઢાંકી સકાય નહી અટલે માત્ર એક મંદિર આવી રિતે મુકી સકાય )
૭) ભગવાન પ્રગટ છે તે ભાવના સાથે રોજ સવાર સાંજ પૂજા કરવી, કીર્તન ગાવા, ધુન અને માળા કરવો.
૮) મૂર્તિ કે પ્રતિમા ની પ્રતિષ્ઠા ના થઈ હોઈ તો પણ ભગવાન પ્રગટ છે તેવો ભાવ જ રાખવો અને તો જ ભગવાન તેમા પ્રગટ બિરાજમાન રેહસે.
૯) ભગવાન નો ફોટો પર્સ મા ક્યારેય નાજ મુક્વો. હા ઊપર ના શર્ટ ના ખિચમા જો કાઇ બિજુ ના મુકતા હોઈ તોજ ભગવાન નો ફોટો તેમા મુકી સકો.
૧૦) જેટલો ભગવાન મા પ્રગટ ભાવ હસે તેટલો જ તમારી પ્રાર્થના અને સેવા ભગવાન પોતે સ્વીકાર કરસે.

આમ ઊપર કાહ્યા પ્રમાણે જો મૂર્તિ ની પૂજા કરસો તો ભગવાન તેમા પ્રગટ રહી તમારા બધાજ મનોરથ પુરા કરસે.

?જય સ્વામિનારાયણ ?

Gujarati Religious by Dhaval Gandhi : 111062358
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now