મુર્તી બનાવી માનવીની, એમાં પુર્યા પ્રાણ.
રંગ રૂપ આપ્યા અપાર, અંગ ઉપાંગ આપ્યા હજાર.
નદીઓ જેવી નાડી છોડી, અસ્થીઓ ને આસરે કાયા જોડી.
માસ પેસી અને ચર્મ ચોડી, નિરાંતે
નમણી નવી નવી કાયા ઘડી.
આકાશ ને આંકે એવી આંખ આપી, સૂર સંગીત સાંભળવા કર્ણ ની જોડ આપી.
ઉર્મી ને વાચા આપવા વાણી આપી, મહેંક ને માણવા નાક આપી.
હસવા ને હોઠ દ્દિધા, હદય ને હરખા ધબાકાર દિધા.
હાથ પગની જોડી કીધી,કપારે કાળા કેસ મઢી.
"નર" કહે હૈ પ્રભુ કરી ને આપનો ઉપકાર ઘણું.