ડુંગળી કાપતી વખતે આંખોમાં આંસુથી બચવાની એક સરસ ટિપ્સ છે.ડુંગળીને બે ભાગમાં કાપી લો. પછી એક મોટી વાડકીમાં પાણી લઈને તેના બે ભાગને થોડીવાર માટે પાણીમાં મુકી દો. થોડીવાર પછી જ્યારે ડુંગળી કાપશો તો આંખોમાંથી આંસુ નહી આવે. તમે ચાહો તો તમારા ચાકુ પર થોડો લીંબુનો રસ પણ નાખી શકો છો. તેનાથી પણ ડુંગળી સમારતી વખતે આંખોમાંથી પાણી નથી આવતુ. આ ઉપરાંત ડુંગળીને પોલી બેગમાં બાંધીને અડધો કલાક માટે ફ્રિજમાં મુકી દો. ત્યારબાદ ડુંગળી કાપો. આંસુ નહી આવે.