આકાશ ના મિત્ર પેલા વાદળાં,
વાદળ નો મિત્ર પેલો ચાંદ જો,
ને ચાંદા ના મિત્ર તો તારલિયા,
એતો થઇ નીલ ગગન ની વાત...
લીલ ની મિત્ર પેલી મછલી,
મછલી નો મિત્ર આ દરિયો,
ને દરીયા નો મિત્ર ઓલો કિનારો,
આ વાત તો થઈ પાણી ની...
વરસાદ ના મિત્ર પેલા વૃક્ષ જો,
વૃક્ષો ની મિત્ર તો આ ધરા રહી,
અને ધરા ની મિત્ર એવી આ રજ જો,
આ વાત તો થઈ ધરતી ની...
આમ તો મળશે અનેક આ દુનિયામાં,
પણ તારા જેવો મિત્ર નહિ મળે કદી,
આ વાત થઈ આપણા બેઉ જણા ની,
આ વાત થઈ તારી ને મારી મિત્રતા ની...