સાગર છોરું
ઠંડા વાયરે ઊડતી રે ડમરીઓ, મજધારે નાવડી હિંચકા ખાય.
કેમ જવા દઉં તમને રે દરીયે,પહાડ જેવા પાણી હિલોળા ખાય.
શોધવા રે એક ડુબકીએ મોતીડા, ભલે ને જીવન જોખમમાં જાય.
ઉનાળામાં વરસે રે તાપ, ચોમાસાનાં વરસાદમાં વ્હાણ હાલકડોલક થાય.
આજીવિકા મારી રે મેરામણે , પાલન કરવું પરિવારનુ એને કેમ કરી ભુલાય.
દુઃખડા અમારા રે હરતો, તેને મથ્યા વીના કેમ રહેવાય.
એમે રે સાગર છોરૂ, સંતોષ અમને ત્યારે જ્યારે ખારા પાણીએ ન્હાય.