વિશ્વાસ નામના પાયા પર ચણાયેલી
ઇમારત છે તારી મારી દોસ્તી....
તારી ને મારી વચ્ચે નો સાચો સંબંધ છે તારી મારી દોસ્તી....
જેનો ક્યારેય અંત ના આવે તેવી
અનંત છે આ દોસ્તી,
સુખ નો સરવાળો, ને દુઃખ ની બદબાકી છે આ તારી મારી દોસ્તી..
ક્યારેક ફૂલ જેવી કોમળ અને નાજુક,
તો ક્યારેક ત્યાગ બલિદાનનો કઠિન રસ્તો છે આ તારી મારી દોસ્તી...
ધન દોલતથી ખરીદવા માંગો,
છતાં ખરીદી ના શકો,
એવો અનમોલ સંબંધ છે આ તારી મારી દોસ્તી...
જો મને ફરી મળશે માનવ જન્મ,
તો ફરી પાછી કરીશ હું આ તારી મારી દોસ્તી.........
copy paste