આશીર્વાદ
કવિતા.......
મારી ઉજાઁનો દસ્તાવેજ તારા આશીર્વાદ છે માં,
મારી બદલતી જીંદગી તારા વિચારો છે માં.
મારી ઉમિઁઓ તારા દિલની ઉઠતી સંવેદના છે માં,
મારી તકદીર તારી આષિસ થી બદલાઈ છે માં.
મારી જીંદગી નો ખેલ તારી ધડકન નો તાલ છે માં,
મારી લાગણીઓ તારા મનમાં ઉઠતા ખ્યાલ છે માં.
મારી ચાહત તારી આંખોની પલકારમા છે માં,
મારી રાહત તારા મીઠા બોલમાં છે માં.
મારુ સુખ તારા ચરણોમાં છે માં,
મારી ગમતી બધી ક્ષણો તારા સાનિધ્યમાં છે માં.
મારી હાર કે જીત બધી તારી દુવામા છે માં,
મારી મમત કે ગમ્મત તારી મરજીના સંમતિમાં છે માં.........