હું વાસ્તવમાં કાંઈ નથી
રસ્તામાં પડેલા પથ્થર છું
હું વાસ્તવમાં કાંઈ નથી
શ્રદ્ધા થી જો પુજો તો તે પથ્થર મા પણ
ઈશ્રવ છું
હું વાસ્તવમાં કાંઈ નથી
પાનખર નો એક પાન છું પાનખર ને જો સમજી શકે તો પાનખર પછીની વસંત છું
હું વાસ્તવમાં કાંઈ નથી
ધોર અમાસની રાત છું અજ્ઞાની બની ને નીહાળી શકે તો પુનમ નો ચંદ્ર છું
હું વાસ્તવમાં કાંઈ નથી
એક ચાલતો મુસાફરી છું સાથ જો તું આપી શકે તો જિંદગીભર નો સંનધાતી છું
હું વાસ્તવમાં કાંઈ નથી