મારી તકલીફો ના થાક ને દૂર કરતો તારો એ સહારો આજે પણ યાદ છે મને
મારી અર્થ વગરની વાતો ને પણ તારું બસ ધીરજ થી સાંભળવું આજે પણ યાદ છે મને
મારી દરેક બેદરકારી પર તારી વહાલભરી ઠપકાર આજે પણ યાદ છે મને
મારી ખામીઓમાં પણ તારું મને સંપૂર્ણ માનવું આજે પણ યાદ છે મને
આમ એ વાત માં કોઈ શક જ નથી કે તું મારા કરતા પણ વધારે આજે પણ યાદ છે
- કવિતા પટેલ