એવો રે અવતારી મારો સાહ્યબો રે
જેણે રેલાવ્યા અવની પર સ્નેહસૂર રે
એવો રે.....
મધુરી વીણાએ વહાલે ડોલાવ્યા સાતેય લોક રે
ટચુકડી આંગળિયે વહાલે બચાવ્યા ગોકુળના લોક રે
એવો રે કૃપાળુ મારો સાહ્યબો રે.....
જેણે ચરાવી ધેનુ વનરાવનમાંય રે
બ્રહ્માંડનો સર્જક સ્વામી બાળકાનુડો થયો રે
જેણે મચાવી ધૂન ગોકુળ મથુરા દ્વારકામાંય રે
એવો રે અવતારી મારો સાહ્યબો રે
જેણે તાર્યા ભૂતળના ભોળા લોક રે...
અ.રે.