શીયાળાની રાત
આવી શિયાળાની રાત, ગગને અર્ધ ચંદ્ર ને દેખાય તારા સાત.
ઠંડો વાય વાયરો સખત, ખુલ્લામાં સુતા રહે નથી માથે છત.
બે પૈસા કમાવે એમાં શું કરે બચત, એને ઓઢવાની છે અછત.
ઠંડા પાણીમાં નાહી લેવું, જોવું જ્યારે એવું લાગે જીવન નથી એમનું સહેલું.
ઘરમાં બનાવમાં વાપરે કંતાન , એમાં સુતા હોય એમના સંતાન.
કેમ વિતાવતા હશે રાત,કેમ કોઈ નથી સમજતુ એની વાત.