તું રિસાઈને ગઈ,
પણ આ દિલ યાદ કરે છે
તું તો ઝઘડીને ગઈ હતી,
છતાં આ દિલ ફરી યાદ કરે છે
તું તો વ્યસ્ત હોય છે તારા કામમાં
મને આ દિલ બેચેન કરે છે
મહોબત ના નામ પર રમી ગઈ રમત તું,
છતાં આ દિલ તને ક્યાં બેવફા ગણે છે
ભેદભાવ મારા અને દિલનાં વિચારોમાં..?
ત્યારબાદ સમજાયું કે તનમાં ક્યાં મારું દિલ ધડકે છે??