સાંજ ઢળે ને તારી યાદ આવે..
ખુલ્લાં આકાશમાં.. પંખીઓના કલરવ માં..
મને તારી યાદ આવે..!
સાંજના આછા તડકામાં.. સંધ્યાના સાત રંગમાં..
મને તારી યાદ આવે..!
ઝાલર ના ઝણકાર માં.. પ્રેમ ના ભણકાર માં..
મને તારી યાદ આવે..!
સાંજ ઢળે ને તારી યાદ આવે..
વાદળ ના વહેણ માં.. હવાના ઝોકા માં..
મને તારી યાદ આવે..!
સમયના આ સૈયમ માં.. વિચારના વંટોળ માં..
મને તારી યાદ આવે..!
'પારસ' ની કવિતા માં.. અધૂરી મહોબ્બત માં..
મને તારી યાદ આવે..!
સાંજ ઢળે ને તારી યાદ આવે..
માત્ર ને માત્ર તારી જ યાદ આવે..!
લિ. પારસ પંડ્યા