ચાલો થોડું છીનવી લઈએ કિસ્મત પાસે,
બહુ છીનવી લીધું એણે,
ને બહુ આપી દીધું આપણે,
બસ હવે નહિ જીતવા દઉં કિસ્મતને...

ઘણા બાલ-લંગોટિયા આવ્યા ને ગયા,
ઘણા દુશ્મન ગયા ને આવ્યા,
પણ પ્રિય હશે એ કિસ્મતે પ્રથમ લીધું,
બસ હવે નહીં જીતવા દઉં કિસ્મતને....

હતી સુખની પળો તે છીનવી,
ફેરવી દીધી એને દુઃખમાં,
હતી કંઈક મસ્તીની પળો પણ,
જે વ્યંગમાં ફેરવાય ગઈ,
બસ હવે નહીં જીતવા દઉં કિસ્મતને...

ક્યારેક જીંદગી પણ છીનવી લેશે આ કિસ્મત,
બસ એ પહેલાં એની વિરુદ્ધ થોડું જીવી લઉં,
નહીં થાય હવે એની મરજીનું,
મારા પરિશ્રમથી પરસેવો એનો હું પાડી દઉં,
બસ હવે નહીં જીતવા દઉં કિસ્મતને.....

Gujarati Good Morning by Parl Manish Mehta : 111061266

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now