જિંદગી એક સંધષઁ
આ જિંદગી પલ પલ નચાવે છે, રોજ નવા ખેલ કરાવે છે.
નટબજાણીયા ની જેમ ગજબ ના ખેલ કરાવે, એવી છે આ જિંદગી દોસ્ત, આ જિંદગી જીવવી એક સંધષઁ છે.
દરેક દિવસ ની શરૂઆત થી કાંટા ભરેલી છે,
દરેક ની એક બીજાથી હરીફાઈ લાગેલી છે.
હરખાવે, રડાવે ,રોજ નવા અનુભવ કરાવે,
એવી છે આ જિંદગી દોસ્ત, આ જિંદગી જીવવી એક સંધષઁ છે.
કોઈક ને છેતરી ને કોઈક અમીર થાય છે.
કોઈક ની સતામણી થી કોઈક હરખાય છે.
ઘણા ઊતાર ચડાવ ભરેલ છે આ જિંદગી દોસ્ત, આ જિંદગી જીવવી એક સંધષઁ છે.
કોઈક ને હસાવી ને મોજ થી જીવવું અધરુ છે.
દરેક સંબંધો ની ગાંઠ બાંધવી અધરી છે,
સાથે મળીને ખુમારી થી જીવન જીવન જીવાડતી આ જિંદગી દોસ્ત, આ જિંદગી જીવવી એક સંધષઁ છે.
કોઈક માટે પ્રેરણા બની જવુ કઠીન છે,
કોઈક ને ક્ષમા આપવી અધરી છે.
દરેક ક્ષણે જીવન મા નવી આશા નું કિરણ આપનાર છે આ જિંદગી દોસ્ત , આ જિંદગી જીવવી એક સંધષઁ છે.