*એકલતાની અનુભૂતિ*

તું નથી હોતી ત્યારે મને,
એકલતાની અનુભૂતિ થાય છે,
તને કેવળ યાદ કરતો રહું છું.
હું વૃક્ષ ધારીને ખુપાય જાવ ધરતીની વચ્ચે,
તું વેલડી થઈને વિટળાઈ વળે મને.
હું ઘુઘવતો દરિયો હાઉ પણ,
તારા ગયા પછી થય જાય વેરવિખેર.
જેમ ગાતું પંખી વૃક્ષ પરથી ઉડી જાય,
તેમ અહીં સુનુ થાય તારા વગર ઘર.
ચાતકને વરસાદની રાહ હોય,
વનસ્પતિને વર્ષોઋતુંના
આગમનનો ઇન્તજાર હોય તેમ,
મને રહે તારા આવવાનો ઇન્તજાર.

-રાજેશ બારૈયા *"વનવાસી"*

Gujarati Song by rajesh baraiya : 111061051

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now