. ? *મંદિર*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
સ્વાદિષ્ટ લાગણીનો પાલનહાર છે તું,
મારા સુખનો એક દસ્તાવેજ છે તું,
સાચું કહું *મારું તો મન મંદિર છે તું*.
ગરીબોની રોટીનો આધાર છે તું,
અમીરોની લક્ષ્મીનો વિવેક છે તું,
મંદિરની પ્રસાદી નો લાભ છે તું,
મંદિરના ફળિયાની શાંતિ છે તું,
સાચું કહું *મારું તો મન મંદિર છે તું*.
ગુલાબમાં આવતી સુંદર ખુશ્બુ છે તું,
મારા જીવનનો અણમોલ રત્ન છે તું,
સારા વિચારોથી તારી આરતી કરું,
મતભેદ છોળી આજે તમને પુજુ,
સ્વાદિષ્ટ લાગણીનો પાલનહાર છે તું,
મારા સુખનો એક દસ્તાવેજ છે તું,
સાચું કહું *મારું તો મન મંદિર છે તું*.
*મારું તો મન મંદિર છે તું*..
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD