એક જવાન નો છેલ્લો પત્ર
યાદો ને હૈયા મા લઈને જાવ છુ, મારો છેલ્લો સંદેશો મોકલતો જાવ છુ.
નથી ખબર મને કાલ ની, સરહદ પર તિરંગો લહેરાવા જાવ છુ.
ગવૅ થી કહેજો પાપા બધાને, વીર હતો ઈ મારો, ભારત માતા નુ ત્રૄણ ચૂકવી ને જાય છે.
મમ્મી તારો પાલવ ઓઢી ને જાવ છુ, તમારા પ્રેમ અને તમારી યાદો ને સાથે લઇ ને જાવ છુ.
મારી બાઈક સંભાળી ને ચલાવજે ભાઈ, આજ થી ચાવી તને સોંપી ને જાવ છુ,
મહેફિલ મા યાદ રાખજો દોસ્તો, એકાદ જગ્યા મારી પણ રાખજો, તમને નહી ભૂલાય એવી યાદ આપી ને જાવ છુ.
આજથી બધી મારી વસ્તુ તારી બહેન, રાખડી બાંધી ને જાવ છુ.
સદા ત્રૃણી રહીશ તારો મારી પ્રિયતમ, મારા પ્રેમ ની નિશાની આપતો જાવ છુ.
યાદો ને હૈયા મા લઈને જાવ છુ, મારો છેલ્લો સંદેશો મોકલતો જાવ છુ.
જય હિંદ જય ભારત
Proud on indian army