અમે બહુ વખત મળ્યા નથી પણ વાતો ખૂબ કરી છે. જ્યારે પણ એમ થાય કે હવે કંટાળો આવે છે ત્યારે હું એમને યાદ કરી લઉં છું. જવાબ આપે જ હોં એ! તોય સાલું એમ કે "હું નવરી નથી.." પછી શું? વાતમાંથી વાત કરતા કરતા એક અમારી અલગ મહેફિલ સર્જાય. બંનેના ચહેરા પર ચમક, નવી તાજગી ને રૂબરૂ જોવાનો સળવળાટ હોય. મારી મસ્તીને એમની મેચ્યોરીટીનો અનોખો અંદાજ ઓળખાણ વગર અમને અંગત બનાવી દે. અમે એકમેકના ના થઈ શક્યા પણ જાત સાથે જ કોઈ બીજું બનીને વાત કરીએ તો અનુભવાતી એકલતા આ વાતોથી એકાંતમાં ફેરવાય જાય! સંવાદની સાથે
સન્નાટો ને વળી એ!
#એમનીયાદોમાં ❤️