મારા જખ્મોને રૂઝ મળે,જો તારો સ્પર્શ મળે,
જિંદગીને ભીની સોડમ જડે,જો તારો સ્પર્શ મળે.
દૂર લાગતું આભ મને પોતાનું લાગે,
રાત આખી આભના તારલિયા જેમ મનડું જાગે.
આ રીતે ભીતરનો દીવો બળે,જો તારો સ્પર્શ મળે.
મારા જખ્મોને........
દિલના ઝરૂખામાં તારો વાસ છે,
ને મઘમઘતો મોગરાનો આવાસ છે.
મારો ભીતરનો કલરવ તારામાં ભળે,જો તારો સ્પર્શ મળે.
મારા જખ્મોને........
આ આંખો કેવી ચાર થઇ છે!
મળવા આતુર ને બેકરાર થઇ છે.
ને પછી બધા અંતર ટળે,જો તારો સ્પર્શ મળે.
મારા જખ્મોને........
મારા જખ્મોને રૂઝ મળે,જો તારો સ્પર્શ મળે,
જિંદગીને ભીની સોડમ જડે,જો તારો સ્પર્શ મળે.
િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'દ